ભજવાશે ફરી કાલે
ખેલ આઝાદીના ઉત્સવનો.
થશે લ્હાણી સંમોહક વચનોની,અને ,
થનગનતા મૂક મોરલા,
કરશે નર્તન નેહમાં ,
નેતાઓનાં માનમાં, 'પ્રભુઓનાં ' સન્માનમાં.
થશે દિન એમ પસાર ,
આઝાદી , દેશપ્રેમનાં ચવાયેલ ફિલ્મી ગીતનાં
ગાન ને ઔપચારિક આનંદમાં.
અને પછી ,
થશે શરૂ
રોજબરોજની વ્યથા,
કર્મકથા .
થતો રહેશે વિકાસ , અભ્યુદય
સ્વલ્પ જનનો, આરાધ્યદેવોની મહેરબાનીમાં ,
અને ,
રહેશે જનસામાન્ય યથા તથા ,
પરમેશ્વરના આશ્રયમાં ,
દગ્ધ , ત્રસ્ત , પીડિત
મોંઘવારી , અછત , અનિષ્ટ તત્ત્વોની ફસામણી થકી
નૈરાષ્યમાં .
-રંતિદેવ વિ.ત્રિવેદી ' રવિ '
૧૪ -૦૮ - ૨૦૨૧