શું આમ જ આવશે જીવન નો અંત.?
સૂરજ ના ઢળવા ની સાથે જ આવી જશે સાંજ?
કોલાહલ કરતા પંખીઓ આમ જ ઊડશે ચારેકોર?
દરિયાના મોજામાં આવતી જ રહેશે ભરતી ને ઓટ?
બાળપણથી જીવેલી પરિકથાઓનો શું જુવાની જ લેશે ભોગ?
મૃત્યુ નો ઘંટ વાગશે, શરિર કાચળી ઊતારશે ને આત્મા આમ જ થાશે અલોપ?
ડર રાખીને મરણ નો માનવી શું આમ જ જીવશે જીવન રોજ?
-Dipti N