આ જિંદગી આમ તો છે લાંબી નવલકથા,
તારી વિદાય બાદ ટૂંકી વાર્તા હશે.
હરેશ ‘તથાગત’
મારી પ્રકૃતિના સંદર્ભમાં કહું તો હું ‘ઉતાવળિયો’ ખરો. એટલે જીવનમાં અલ્પવિરામને ભાગ્યે જ સ્થાન આપ્યું છે. અને વળગાળ જેવા લેખનકાર્યમાં તો સ્હેજે નહીં. વર્તમાન સર્જનના અંત પહેલાં તો ભવિષ્યના લેખનીનો આરંભ થઇ ચુક્યો હોય.
લખવા ન બેસું તો ‘વા’ ઉપડે. સાવ કોરો કાગળ અને એકલી અટૂલી નિરાશ થઈને પડેલી કલમ જોઇને હાથમાં ‘ખાલી’ ચડી જાય. ટેરવાં ટળવળે.
૧૪/૦૫/૨૦૨૧ અખાત્રીજના પાવન દિવસે માતૃભારતી એપ પર શરુ થયેલી મારી સૌથી લાંબી, સૌથી વધુ વંચાયેલી અને વખણાયેલી મારી છઠ્ઠી નવલકથા
‘એક ચુટકી સિંદૂર કી કિંમત.’ ૦૪/૦૮/૨૦૨૧ના દિવસે છત્રીસમાં પ્રકરણ સાથે પરિપૂર્ણ થશે.
એટલે મારા અને મારા વાંચકો વચ્ચેના સળંગ સેતુનો તંતુ તૂટે એ પહેલાં અલ્પવિરામનો છેદ ઉડાડતાં આગામી ૦૯/૦૮/૨૦૨૧ સોમવારથી ફરી એક નવલિકા લઈને આવી રહ્યો છું...
‘ગમતાંનો કરીએ મલાલ.’
અને સાથે સાથે આપને મળવા આવી રહ્યાં છે.. મજેદાર અને યાદગાર પાત્રો રૂપે..
જમનાદાસ જોશી
સુભદ્રા
મૌલિક
મનન
જ્હાનવી
અમ્રિતા
ઈશાની
વિવાન
પ્રાચી
અને ડોકટર કૌશિક પંડ્યા
અને અંતે કાનમાં કહેવાની ખાનગી વાત, જાહેરમાં કહી દઉં...
૦૯/૦૮/૨૦૨૧ના રોજ ફરી એક નવી અને સાતમી નવલકથાની જાહેરાત કરવાં જઈ રહ્યો છું.
જન્મજાત ઉતાવળીયા પ્રકૃતિને આધીન થઈને.
વિજય રાવલ