હરિજન સાચા રે,જે ઉરમાં હિંમત રાખે,
વિપત્તે વરચી રે,કેદી દીન વચન નવ ભાખે..૧
જગનું સુખદુઃખ રે,માયિક મિથ્યા કરી જાણે,
તન ધન જાતાં રે,અંતરમાં શોક ન આણે..૨
પર ઉપકારી રે,જન પ્રેમ નિયમમાં પુરા,
દૈહિક દુઃખમાં રે,દાઝે નહિ સાધુ શુરા..૩
હરિને સમરે રે,નિત્ય અહોનિશ ઉમંગ ભરીયા,
સર્વ તજીને રે,નટનાગર વહાલા કરિયા...૪
બ્રહ્માનંદ કહે રે,એવા હરિજનની બલિહારી,
મસ્તક જાતાં રે,નવ મેલે ટેક વિસારી...૫
🙏શુભ પ્રભાત જય શ્રી સ્વામિનારાયણ🙏