કૃષ્ણ! કૃષ્ણ! કૃષ્ણ!
સત્ય માર્ગ વિકટ સંસારમાં,
એક આશરો મારો તું જ છે;
કર્મ એજ ખરું સર્વમાં,
એક આશરો મારો તું જ છે;
ઘણા જન્મે સબંધ જીવનમાં,
એક આશરો મારો તું જ છે;
અનેક ઉદ્દભવે પ્રશ્ન પથમાં,
એક આશરો મારો તું જ છે;
થાકું જયારે દરેક પરિસ્થિતિમાં,
એક આશરો મારો તું જ છે;
સાહસ આપજે કઠિન કસોટીમાં,
એક આશરો મારો તું જ છે.
-Falguni Dost