પસંદ
પલ્લવી પોતાના રૂમમાં એકલી બેસીને રડતી હતી. આજે ફરી પ્રશાંતે દારૂ પીને ઘરમાં ધમાલ મચાવી હતી અને પલ્લવી ને મારી હતી. રડતાં રડતાં પલ્લવી તેણે પ્રશાંતને લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો એ વિશે વિચારતી હતી. એટલામાં ડૉર-બેલ વાગતાં આંસુ લૂછીને તેણે દરવાજો ખોલ્યો. સામે તેની ફ્રેન્ડ નિકિતા હતી.
અંદર આવીને નિકિતાએ પલ્લવીને કહ્યું - " મારી નણંદના લગ્ન છે, મારી જોડે ખરીદી કરવા ચાલ ને..તારી પસંદગી ખૂબ જ સરસ હોય છે." પલ્લવીથી મનમાં બોલી જવાયું - " કપડાંની પસંદ સારી હોય એટલે એવું જરૂરી નથી કે બધી પસંદ સારી જ હોય..!!"
@હિરેન મોઘરીયા 'હેમ'