રદયની વેદના તો મારી પોતાની છે ને?? એ પર તો કોઈનોય હકક નથી'...જે નીકળેછે કાળજું કપાઈ અશ્રું રૂપે એ ધારા ની એક એક બુંદ ગંગાજળ કરતા પણ પવીત્ર છે. કારણ આ રદય જેટલું કોમળ અને સાફ છે એટલું જ પવીત્ર છે. અને રડે છે હૈયું, કાળજું કપાય છે ઝીણું ઝીણું, એ વેદના નથી કહી જાતી નથી સહી જાતી. બસ હવે તો જીવન ભર આજ દશામાં જીવવાનું છે, રોજે રોજ મરી મરી જીવવાનું છે