Shailesh Joshi લિખિત વાર્તા "ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889237/chalo-thithiya-kadhia-1
આપણા તમામ દુઃખોની પાછળ, ક્યાંકને ક્યાંક, ઊંડે ઊંડે
કોઈ ભુલ, કોઈ વાંક, કોઈ બેદરકારી, અતિશય વિશ્વાસ, અંધવિશ્વાસ, કે આળસ
આમાંથી આપણુંજ, કોઈ એક પરિબળ જવાબદાર હોય છે.
અને આ પરિબળથી પુરેપુરા બચવું, આ દુઃખોથી એક મનુષ્ય તરીકે બચવું અસંભવ છે.
માટે, જીવનમાં આપણો એકજ પ્રયાસ હોવો જોઈએ, કે શકય એટલાં સતેજ રહી, સારા-ખોટાની સમજણ સાથે જીવનમાં કોઈ ત્વરિત નિર્ણય ન લઈએ.
અને છતાંય,
ક્યાંય કચાસ રહી જાય, અને જીવનમાં કોઈ તકલીફ કે મુસીબત આવે તો એનો હસતા મોઢે સ્વીકાર કરીએ.