ભારતનું એક મોટુ રાજય ઉત્તરપ્રદેશ
તેમાં આવેલી એક નદી યમુના...
આજકાલ આખો ભારત દેશ કોરોનાની મહામારીમાં સપડાયેલોછેં પછી તેના કોઈપણ રાજ્ય હોય... દરેક રાજ્યમા આ મહામારીની વધારે કે થોડીક ઓછીવધતી પરિસ્થિતિ તો હોયજછેં
પણ તેમાં આ ઉત્તરપ્રદેશ રાજ્યમા હાલ એક નવીન વાત ચર્ચાઈ રહીછેં
કોરોનાને લીધે હાલ દરેક સ્મશાનો ફુલછેં અગ્નિદાહ આપવા માટે હાલ વેઇટિંગ ચાલી રહીયુછેં ત્યારે આ ઉત્તરપ્રદેશમા ઘણા શબનો અગ્નિદાહ યમુના નદીના કાંઠે આપવામાં આવેછે
આ ક્રિયા ધાર્મિકની દ્રષ્ટિએ ઘણી જ સારી કહી શકાય પરંતુ આ ક્રિયામાં પણ ઘણા લોકો બેદરકારી દાખવતા હોયછેં
કોરોના સંક્રમિત ને અગ્નિ દાહ દેવાઈ ગયા પછી તેને પુરેપુરો અગ્નિ દાહ અપાતો નથી બલ્કે સીતેર ટકા તેને નદીમાં ધકેલી મુકવામાં આવેછે ત્યાર બાદ એ અર્ધ બળેલી લાશ હવાથી તરતી તરતી નદીના કિનારે આવીને સ્થિર થઇ જાયછેં પછી તે દુર્ગંધ મારેછેં
હમણાં ચાર દિવસ ઉપર આવી સાત જેટલી લાશો યમુના નદીમાં તરતી તરતી કિનારે આવી પહોંચી હતી
શું આવી અર્ધ કરેલી પ્રક્રિયા થી મરેલ ના આત્માને શાંતિ મળી શકેછે !!!
જીવતા જીવની કિંમત હતી ને હવે તેના નિર્જીવ શરીરની કોઈજ કિંમત નહિ !!!
પણ ખરેખર માણસની સાચી કિંમત તો આવા કોરોના કાળમાંજ નક્કી થાયછેં
આપણે પણ જો આવી હાલતમા ના મરવું હોય તો આજથી જ કોરોના માટે ગંભીર ને સજાગ બનીએ ને સલામત રહીએ