https://www.matrubharti.com/shaileshjoshi0106gma
જીવનના લાખો દુઃખ
હજારો તકલીફ
સેંકડો પરેશાનીનું કારણ એકજ
મે તને કે તમને,
આવા નહોતા ધાર્યા,
તારાથી કે તમારાથી,
મને આવી આશા નહોતી
તે કે તમે,
મારી સાથે બહુ ખોટું કર્યું. વાળી સીચવેશન છે.
આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે, એક વિદ્યા શીખી લેવી અનિવાર્ય છે.
સામેના વ્યક્તિને પૂરેપૂરી રીતે ઓળખી, સમજી વાણી, વર્તન અને વ્યવહાર કરવો.
જેના માટે ધીરજની અતી આવશ્યકતા જોઈએ.
સબંધ કપાય કે કમી આવે, પછી આખી જિંદગી પછતાવા કરતા,
સબંધ બાંધતા પહેલા થોડો સમય એ વ્યક્તિને સારામાં સારી રીતે, ચેતવું, પારખવું એ આપણાં હિતમાં રહેશે.