Shailesh Joshi લિખિત નવલકથા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/27791/adhuri-puja-by-shailesh-joshi
ઘણા લોકો એવું કહેતાં કે માનતા હોય છે કે,
લિફ્ટ જેવી લાઈફ થઈ ગઈ છે.
એકજ રૂટ પર, ઉપરનીચે થઈ રહી છે.
પોતપોતાની મંઝીલ માટે,
લોકો ઘડીબેઘડી તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
તો ઉદાસ થવાની જરૂર નથી.
ગર્વ લેવો જોઈએ કે,
આપણે એ લોકોના, કેટલા કામમાં આવી રહ્યાં છીએ.
એમને તમારી પર કેટલો વિશ્વાસ હશે.
અત્યારે આપણને થાય છે કે,
લોકો ઘડીબેઘડી, પોતાના સ્વાર્થ માટે, ઉપયોગ કરીને નીકળી જાય છે.
પરંતુ
એ વાત ન ભુલવી જોઈએ કે,
જ્યારે એ લિફ્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે છે, ત્યારે ત્વરિત અને એ બધાજ,
લિફ્ટનાં પ્રોબ્લેમ, અને એને ફરી જેવી હતી, એવી ચાલુ કરાવવા માટે ટેકનીસ્યન/કોન્ટ્રાક્ટરની પાછળ પડી જતા હોય છે.