એંન્જલીક સીમ્બોલસ
આજનો ટોપીક જાદુઈ ચિન્હો છે. તો આજ હું આવાજ જાદુઈ ચિન્હોની ઓળખ કરાવીશ આપ સૌને.
હું અહીં એક જાપાનીઝ ટેકનીકની વાત કરીશ અને એનો થોડો પરીચય આપીશ. ' ઝીબુ ચિન્હો '
( zibu symbols/symbology ) કહેવાય છે.
આ એક એંજલે જેનુ નામ એંન્જલ જેફરીન ( ANGEL ZEPHYRINE'S ) છે, એમના દ્વારા વિશ્ર્વને ચિન્હો દ્વારા અપાયેલો સંદેશ છે. જે એક મહિલા ડેબી ઝેલેસ્ટરા અલમાસ્ટડ જેણે આ ચિન્હોનો અભ્યાસ કરી અને એને વિશ્ર્વમાં એક થેરેપી તરીકે મુક્યા છે. જ્યારે એણે એંજલ જેફરીનને પુછ્યું કે લોકો ને ઓળખવા શ્રેષ્ઠ પ્રતિકો શું છે..??
ત્યારે એમને આપેલ નિચે મુજબ જવાબ હતો..
" 'ઝીબુ ચિન્હો' જે લોકોને તેમના સાચા હેતુ અને તેમને જાગૃત કરવામાં સહાય કરશે. ઝીબુની અસરો વિશ્ર્વભરમાં અનુભવી અને એની દુરગામી અસર થશે. લોકોમાં જાગૃતિ પ્રક્રિયા જરૃરી છે. ઝીબુ ચિન્હો પર વિશ્વાસ રાખો."
બધાજ માનવ મહત્વ પૂર્ણ છે. એ સમજવાનું ઘણા માણસો ભૂલી ગયા છે . અને પોતાની ભૂમિકા ભજવવાનુ ભૂલી ગયા છે. એમને આ ચિન્હો એની ભૂમિકા યાદ કરાવશે. ભાષાના આવરણો દૂર કરી માનવને સ્પષ્ટ રુપે પોતપોતાની ભુમિકામાં પઝલના ટુકડાની જેમ ગોઠવશે. અને ત્યારે માનવીએ યાદ આવશે કે એમણે કઈ ભૂમિકા માટે જન્મ લીધો છે. માનવીએ એકબીજા સાથે પઝલની જેમ ફીટ કરી અને એકબીજા સાથે કનેકટ કરી બનાવેલ હરોળની અસર વિશ્ર્વ પર જબરદસ્ત પાડશે. માનવ સાચુ અને વાસ્તવિક જીવન અપનાવી આગળ વધશે. બ્રહ્માંડની પાસે માનવ જાતના બધાજ સવાલો ના જવબ છે, પણ એ મેળવવા માટે એને
એક તાળામાં જેમ ચાવી ફીટ બેસે અને એ તાળું ખુલ્લી દરવાજો ખોલી આગળ વધી શકાય એમ બ્રહ્માંડની રચનામાં માનવ જાતે ફીટ બેસવું પડશે. પછી એને આગળ
વધતા કોઈ નહીં રોકી શકે. બધીજ વસ્તુ નું મુળ કેન્દ્ર છે પોતાના નસીબ ખોલવાની ચાવી.... જે આપણને ડેબી ઝેલેસ્ટ્રા એલમસ્ટેડ દ્વારા ઝીબુ ચિન્હો થેરેપી થકી થકી મળી શકે છે.
જેમાં એવા ચિન્હો છે જે માનવ જાતના, માનસીક તથા શારીરીક, આર્થીક, આરોગ્ય, ધન સંપત્તિ, ટુટતા બગડતા સંબધો, કોઈ પણ કાર્યને સુખ રુપ પરી પૂર્ણ કરવા, અથવા આગળ વધારવા આવા ઘણાજ સવાલોનો ઉપચાર આ ચિન્હોમાં મળે છે.
આ ખરેખર જાદુઈ ચિન્હો છે. જેને ઝીબુ સિમ્બોલીક થેરેપી કહેવાય છે.
આ માહીતી મારા ઝીબુ સિમ્બોલીક થેરેપીમાં થઈ છે . આના વિષે વધારે માહીતી માટે મારો કોન્ટેક્ટ કરી શકોછો.
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર