એપ્રિલ ૨૦૨૦થી આરંભેલી લેખનયાત્રા પછીના અગિયાર મહિના દરમિયાન ચાર નવલકથા, ત્રણ લઘુ નવલકથા, બે ટૂંકી વાર્તા અને એક નવલિકાના અંતે
પહેલી માર્ચ ૨૦૨૧ના દિવસે ડીજીટલ માધ્યમ ‘માતૃભારતી’ થકી રજુ કરેલી ચોથી લઘુ નવલકથા ‘જીસ્મ કે લાખો રંગ’ ગઈકાલે પાંચમી એપ્રિલે સોળમાં અંતિમ પ્રકરણ સાથે સમાપ્ત થઇ.
પણ આ વખતે ડર હતો, એક હટકે વિષયવસ્તુ પર હાથ અજમાવવાનો. મહદ્દ અંશે મારા નિયમિત વાચકવર્ગની સુરુચિ ભંગ થવાનો. પણ, પરિણામ ઉલટું આવ્યું..
એક મહિનાના અંતે... ૨૫,૦૦૦ વ્યુઝ, ૧૨,૦૦૦ ડાઉનલોડ અને ૯૨૫ થી પણ વધુ સ્ટાર રેટિંગ સાથે ‘ જીસ્મ કે લાખો રંગ’ લઘુ નવલકથાને મારા વિશાળ વાચકવર્ગે અગાઉની બધી જ રચનાઓની માફક ભરપુર વખાણી અને વધાવી લીધી.
અંતિમ પ્રકરણની વાચકોની કોમેન્ટમાં વાર્તાની સરાહના કરતાં વધુ ઉત્કંઠા, ઉમળકો અને આનંદ એ વાતનો છે કે, દરેક રચનાની અંતે સૌનો સર્વ સામાન્ય પ્રતિક્ષારત એક જ સવાલ હોય છે...
‘નવી વાર્તા લઈને કયારે આવો છો... ??
બસ આ એક વાક્ય મારા ‘લખ-વા’ ની જડ્ડીબુટ્ટી છે.
કહેવાય છે કે ‘વા’ વારસાગત હોય.. પણ મારો આ ‘લખ-વા’ માટે મારા વાચકમિત્રો નિમિત છે.
આગામી પાંચમી નવલકથા પૂર્ણતાને આરે છે. આગામી દિવસોમાં શિર્ષક, પાત્ર પરિચય અને તારીખના એલાન સાથેની વિગત ટૂંક સમયમાં.
ફરી એકવાર તમામ રીડર્સ અને ફ્રેન્ડસનો અઢળક આભાર... સાથે સાથે
‘માતૃ ભારતી’ અને મહેન્દ્ર શર્માનો પણ આભારી છું.
"જીસ્મ કે લાખો રંગ" by Vijay Raval read free on Matrubharti
https://www.matrubharti.com/novels/26721/jism-ke-lakho-rang-by-vijay-raval
-વિજય રાવલ