વિશ્વ રંગભૂમિ દિન ની શુભેચ્છા
આ જીવન એટલે રંગભૂમિ.... અને આપણે જાણે ઈશ્વર લિખિત મહાનવલ માં એકબીજાની સંવેદનાનો શ્વાસ લઇ શ્વસતા, અનેક ચહેરાઓ ને પહેરી જાણે અજાણ્યે અભિનયમાં ભાગ લઇ સુખદ અંતની કામના કરતા તરંગોમાં તરતા જીવંત પાત્રો.....
પાત્ર એટલે ચોકઠામાં બંધબેસતું વ્યક્તિત્વ...
પાત્ર એટલે ભાવોની ઉત્કટતા ચહેરા પર અભિવ્યકત કરે તે કલાકાર.....
પાત્ર એટલે જિંદગીના રંગો થી ભરેલું મેઘ ધનુષ્ય...
પાત્ર એટલે મોહરા પાછળનો ચહેરો.,...
પાત્ર એટલે અવકાશમાં ખીચોખીચ ટમટમતા તારાઓ...
પાત્ર એટલે મહાનવલ ' સરસ્વતી ચંદ્ર'ના પાત્રોમાં છલકાતું ગોવર્ધનરામ ત્રિપાઠીનું કલ્પના જગત.....
પાત્ર એટલે સત્વ રજસ તમસ નો સરવાળો.,...
પાત્ર એટલે જીજીવિષા ઉત્પન્ન કરતું દર્પણમાં દેખાતું પોતાનું પ્રતિબિંબ....
પાત્ર એટલે હૃદયમાં અપીલ કરી જતું જીવંત સ્વપ્ન.....
પાત્ર એટલે વાસ્તવિક વ્યક્તિત્વને આદર્શ માં ઢાળવાની મથામણ