વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે...
મૌન નાટક
જેવો પડદો ઊંચકાયો કે અંધારીયા ખુણામાંથી એક મીણબતી સાથે વૃદ્ધ વચ્ચે આવી ઊભો રહે છે. મીણબતીને એકીટશે જોવે છે અને મીણબતી સળગતી જ રહે છે. પડદા પાછળ ફક્ત જોરદાર પવનનો અવાજ આવ્યો ને વૃદ્ધ થોડો હલબલ્યો કે મીણબતી ઓલવાઈ ગઈ..ફરી ચોમેર અંધકાર...
પડદા ઉપર લખેલી બે પંક્તિઓ આવે છે..
મને પામવા તારે ધ્યાન ધરવું પડે સતત એકધારું,
જો ભટક્યો મોહજાળમાં તો કોણ કરશે કલ્યાણ તારું...
શિતલ માલાણી "સહજ"
૨૭/૩/૨૦૨૧
જામનગર