હવા મહેલ... વાહ કેવો સુંદર શબ્દ છે .. સાંભળતા કે વાંચતા જ મન માં એવુ ચિત્ર ઉપસે કે જાણે કોઈ ઊંચી ટેકરી પર બંધાયેલ હવા ખાવા માટે નો ઉંચો મહેલ... પહેલા ના રાજા ઓ પહાડીઓ પર આવા મહેલ બંધાવતા અને ત્યાં રહેતા. અત્યારે હિલસ્ટેશનો પર આલીશાન હોટેલો છે. પ્રદુષણ થી દૂર ખુશનુમા હવા ખાવા માટે લોકો ત્યાં ફરવા જાય છે.
પણ મિત્રો આજે અહીંયા આ શબ્દ વાંચ્યો ત્યારે મને રેડિયો પર પ્રસારિત થતો મારો પ્રિય કાર્યક્રમ "હવા મહેલ" યાદ આવી ગયો. રોજ સાંજે 08.00 વાગે "વિવિધભારતી" પર આવતા હવામહેલ કાર્યક્રમ માં વિવિધ લેખકો દ્વારા લખાયેલી નાની નાટિકાઓ, પ્રહસન વગેરે ખુબ સુંદર રીતે રજુ કરવામાં આવે છે. મિત્રો ઓડીઓ નાટક સાંભળવાની પણ એક મજા છે. પાત્રો ના અવાજ, લહેકા, આરોહ અવરોહ, લય વગેરે સાંભળતા જ મન માં પાત્રો પ્રગટ થઇ ને દેખાય છે અને આપણી સામે જ નાટક ભજવાતું હોય એવુ લાગે.. હા પણ એમાં રસ પડવો જોઈએ. હું એ નાટીકાઓ સાંભળું તો એમાં તલ્લીન થઇ ને સાંભળું.
ઘણા બધા લેખકો એ રચેલ નાટીકાઓ રોજ પ્રસારિત થાય છે.. એમાં એક મને ગમેલી નાટિકા છે લેખક શ્રી રોમેશ જોશી લિખિત "બીના બાંહ કા સ્વેટર".. હા અહીં હિન્દી સાહિત્ય ની રચનાઓ જ પ્રસારિત થાય છે. ગુજરાતી સાહિત્ય ની રચના ઓ પણ હિન્દી ભાષા માં રૂપાંતરિત કરી ને પ્રસારિત કરવામાં આવે છે પણ ઓછી. કોલેજ માં ભણતા એક યુવાન ની કથા તેમાં છે. સાથે ભણતી એક યુવતી સોનલ ના પ્રણય ના ઈજન નો ઈશારો ના સમજી શકેલ અને પછી દસ વર્ષ પછી રસ્તા માં સોનલ એના દીકરા અને દીકરી સાથે સામી મળી જતા પસ્તાયેલા એ યુવાને પોતાને કેવી સજા કરી... અને પછી એમાંથી બોધપાઠ લઇ ને નવી આવેલી "શીલા" રૂપી તક કેમ ઝડપી લીધી એની હળવી શૈલી માં સરસ કથા છે.
"બીના બાંહ કા સ્વેટર" આખી કથા માં સ્વેટર બહુ અગત્ય નો ભાગ ભજવે છે. વિન્ટર માં હું વહાઈટ શર્ટ પર નેવી બ્લુ કલર નું બાંય વગર નું સ્વેટર પહેરું છું ક્યારેક..એ યાદ આવી ગયું.
તો મિત્રો આ હતી મારી હવામહેલ ની સફર...
બકુલ ની કલમે...✍️
17-03-2021
04.57