સંગાથ
આવ રવિથી બચવા પ્રેમનું આંચળ ઓઢાડું તને,
બળબળતાં તાપમાં મારા પડછાયામાં સંતાડુ તને.
સરિતા અને સમંદરમાં તરવાનો છોડ હવે તું મોહ,
તું આવે તો નયનોનાં ગાઢ સમંદરમાં તરાવું તને.
મોંઘા કપડા અને પરફ્યુમ નો શોખ છોડ હવે,
તું આવે તો મારી ગઝલનાં શબ્દોથી સજાવું તને.
છોલે ભટુરે,પિઝા,બર્ગર ખાવાનું બંધ કર હવે,
તું આવ મારા હાથના ભોજનનો સ્વાદ ચખાડું તને.
"ઈશા" કહે મંઝિલમાં આવશે ઘણા અવરોધો, અડચણો,
આપે જો હાથ તો જિંદગીના અંત સુધી મોજમાં રંજાડું તને.
✒ isha kantharia "સરવાણી"
-Isha Kantharia