થાય નજરોથી નજરોનું મિલન ત્યારે રચાય તારામૈત્રક..
હૈયું જ્યારે હૈયાને પુકારે ત્યારે રચાય તારામૈત્રક...
પાનખરમાં પણ વસંતનું આગમન થાય ત્યારે રચાય તારા મૈત્રક..
હર સમી સાંજે તારી યાદોનો સળવળાટ થાય ત્યારે રચાય તારામૈત્રક..
વર્ષોનો ઇન્તજાર પછી પણ લાગણીઓ અકબંધ હોય ત્યારે રચાય તારામૈત્રક..
તારા મૌન સામે હર શબ્દો વામણા સાબિત થાય ત્યારે રચાય તારામૈત્રક..!!
-Bhumi Joshi "સ્પંદન"