આવી છે આજ અજવાળી રાત;
હાલને સખી રમવાને રાસ.
ઢોલ ઢબૂકે ને વાગે છે વાંસળી,
સાત સૂરોના રેલાયા છે રાગ,
આવી છે આજ સૂરીલી રાત;
હાલને સખી રમવાને રાસ.
તારોલિયા ચમકાવે છે આભ,
સોળે કળાએ ખીલ્યો છે ચાંદ,
આવી છે આજ પૂનમની રાત;
હાલને સખી રમવાને રાસ.
તમ્મરાં રેલાવે સુહાનું સંગીત,
જુગનું ફેલાવે ચોમેર ઉજાસ,
આવી છે આજ ઝગમગાતી રાત;
હાલને સખી રમવાને રાસ.
પોઢ્યાં છે તરૂને, પોઢી છે લતા,
જાગે રાતરાણી ફેલાવવા સુવાસ,
આવી છે આજ મહેકાતી રાત;
હાલને સખી રમવાને રાસ.
સાથી, સાહેલી ને પ્રિતમ છે પાસ,
સાથે મળી કરતાં હર્ષ ઉલ્લાસ,
આવી છે આજ રઢિયાળી રાત;
હાલને સખી રમવાને રાસ.
..✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)