Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... યક્ષિણી...#...

માતૃભારતી પરીવારને જય ભોળાનાથ...
કેમ છો સૌ???
સુખમાં તો છો ને???
ઓહ!!! આવો પરિવાર જેની પાસે હોય, એને વળી શાનું દુ:ખ??
મહાદેવના ભક્તને તો કાયમની મોજ,
ને એ ભકતના પરિજનોને પાક્કી મોજ જ હોય હો...
આ થયા "બટર મસ્કા "...
ઘણા સમયે આ પોસ્ટના વિલંબ બદલ... હા હા...
તહેદિલથી ક્ષમાપ્રાર્થી છું કે,"હમણાં આ સંસાર જાળમાં એવો અટવાયો છું કે,સમય જ નથી મળતો..હા... હા..
બસ એમ સમજો કે વેતાળ અત્યારે વિક્રમાદિત્યના ખભે છે,બસ મૌન તૂટવાની પ્રતિક્ષામાં...

ચાલો આડી-અવળી મૂકીને આજના વિષય પર આવીયે....

# યક્ષિણી...
આ શબ્દ સાંભળતા જ એક અગોચર વિશ્વની કલ્પનાઓનું ઘોડાપૂર આવી જાય.
યક્ષિણીઓ વિશે લોકોમાં ઘણી બધી ધારણાઓ છે,જેમકે યક્ષિણી એટલે નકારાત્મક ઉર્જા,કે પછી ભૂત-પ્રેત-પિશાચ-ચૂડેલ જેવું કંઈક...
પરંતુ આ બધાથી વિપરીત એવી યક્ષિણીઓ, એ મહાદેવ શિવની અનન્ય ભક્ત છે. ઘણા યક્ષિણીઓને શિવજીની દાસી કહે છે,પરંતુ દાસી ના કહેતા શિવભકત કહેવું વધુ ઉચિત રહેશે. જેમ મહાદેવ સ્વયં જગતકલ્યાણકારી છે,એવીજ રીતે યક્ષિણીઓ પણ પોતાના ઇષ્ટના કાર્યોમાં સહભાગી બની જગતકલ્યાણ કરે છે. એટલે યક્ષિણી એ સકારાત્મક શક્તિ છે.
અને એને સિદ્ધ કરનાર સાધક પણ વંદનીય છે,જે એમને સિદ્ધ કરી એમના લોકોમાંથી આહ્‌વાન કરી પૃથ્વીલોકનું કલ્યાણ કરે છે...
તો ચાલો આજે આપણે આ યક્ષિણીઓ વિશે વિસ્તારપૂર્વક સમજીયે...

શાસ્ત્રો પ્રમાણે કહું તો આ સમગ્ર બ્રમ્હાંડમાં અનેક જુદા જુદા લોક આવેલા છે. એમાં અપ્સરા લોક,ગાંધર્વ લોક,કિન્નર લોક,એમ જ યક્ષ લોક એ પૃથ્વીલોકની સાવ નજીક આવેલા છે. આથી જ આમની સાધના યોગ્ય સમયે/યોગ્ય સ્થળે અને યોગ્ય વિધિ પૂર્વક કરવામાં આવે તો સાધક અત્યંત શિધ્રતાથી આ શક્તિઓને સિદ્ધ કરી પોતાની દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે.
આપણે વાત કરીયે યક્ષિણીઓની,તો કુલ ૬૪ પ્રકારની યક્ષિણીઓ છે. એમાં ૮ મુખ્ય છે. કે જેમને સિદ્ધ કરવી અત્યંત સરળ છે.
આ આઠ યક્ષિણીઓ કઇ કઇ?
તો...
૧) સુર સુંદરી
૨) મનોહારિણી
૩) કનકાવતી
૪) કામેશ્વરી
૫) રતિ પ્રિયા
૬) પદ્મિની
૭) નટી
૮) અનુરાગિણી

આ દરેક યક્ષિણી જુદી જુદી શક્તિઓ ધરાવે છે. અને સાધક પણ એમની શક્તિઓના જુદાં જુદાં ફળ પ્રાપ્ત કરે છે.
તો ચાલો જાણીયે કઇ યક્ષિણી કયું વરદાન આપે છે,અને કેવી રીતે તથા કયા મંત્ર દ્વારા એને સિદ્ધ કરી શકાય.

સૌ પ્રથમ તો....

सर्वासां यक्षिणीना तु ध्यानं कुर्यात् समाहितः ।

भविनो मातृ पुत्री स्त्री रुपन्तुल्यं यथेप्सितम् ॥

અર્થાત્ કે,
દરેક સાધકે પોતાની ઇચ્છા પ્રમાણે યક્ષિણીને બહેન/માતા/પુત્રી અથવા તો પત્ની રૂપે સ્થાપવી,અને અત્યંત સાવધાની પૂર્વક એની સાધના કરવી.

नित्यकृत्यं च कृत्वा तु स्थाने निर्जनिके जपेत् ।यावत् प्रत्यक्षतां यान्ति यक्षिण्यो वाञ्छितप्रदाः ॥
અર્થાત્ કે,પોતાના નિત્યક્રમ કર્યા બાદ જ કોઇ નિર્જન સ્થાન પર બેસી જ્યાં સુધી મનવાંછિત ફળ આપનાર યક્ષિણી પ્રકટ ના થાય ત્યાં સુધી નિરંતર મંત્રજાપ કરવા. નિરંતરતા તૂટશે તો સિદ્ધિ પ્રાપ્તિમાં અવરોધ બનશે. અને આ સિદ્ધિ સંપૂર્ણ ગુપ્ત પણે કરવી. કોઇને પણ આના વિશે વાત કે ચર્ચા કરવી નહીં.

૧) સુર સુંદરી યક્ષિણી :-
આ યક્ષિણી સાધકને ઐશ્વર્ય / ધન / સંપત્તિ પ્રદાન કરે છે.

મંત્ર : ૐ ઐં ર્હ્રીં આગચ્છ સુર સુંદરી સ્વાહા ॥

૨) મનોહારિણી યક્ષિણી :-
આ યક્ષિણી સાધકના વ્યકિતત્વને એવું સંમોહક બનાવી દે છે કે સાધક સમગ્ર સૃષ્ટીને સંમોહિત કરવા સક્ષમ બની જાય છે.મનોહારિણી યક્ષિણીનો ચહેરો ઈંડા આકારનો, નેત્ર હરણને સમાન અને રંગ ગોરો છે. તેના શરીરમાંથી નિરંતર ચંદનની સુગંધ નીકળતી રહે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ મનોહારી સ્વાહા ॥

૩) કનકાવતી યક્ષિણી :-
આ યક્ષિણી સાધકને તેજસ્વિતા અને પ્રખરતા આપે છે. આ યક્ષિણી, સાધકની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ યક્ષિણી લાલીબાળા સ્વરૂપે સદાકાળ સાધકની સાથે જ રહે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં હૂં રક્ષ કર્મણિઆગચ્છ કનકાવતી સ્વાહા ॥

૪) કામેશ્વરી યક્ષિણી :-
આ યક્ષિણી સાધકને પૌરુષ પ્રદાન કરે છે. સાધકને જયારે પણ કોઈ ચીઝની આવશ્યકતા હોય છે તો તે તત્ક્ષણ ઉપલબ્ધ કરાવવામાં સહાયક બને છે. આ યક્ષિણી સદૈવ ચંચલ રહેનારી માનવામાં આવી છે.

મંત્ર :- ૐ ર્ક્રીં કામેશ્વરી વશ્યપ્રિયાય ક્રી ૐ ॥

૫) રતિપ્રિયા યક્ષિણી :-
આ યક્ષિણીને પરમાનંદ પ્રદાન કરનારી માનવામાં આવી છે. રતિપ્રિયા યક્ષિણી સાધકને દરેક ક્ષણ આનંદિત રાખે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ આગચ્છ રતિપ્રિયા સ્વાહા ॥

૬) પદ્મિની યક્ષિણી :-
આ યક્ષિણી સાધકને આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિરતા પ્રદાન કરે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ પદ્મીની સ્વાહા ॥

૭) નટી યક્ષિણી :-
આ યક્ષિણી સાધકની પૂર્ણ રૂપથી સુરક્ષા કરે છે. કોઈપણ વિપરીત પરિસ્થિતિઓમાં સાધકને સરળતાપૂર્વક નિષ્કલંક બચાવે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં આગચ્છ આગચ્છ નટી સ્વાહા ॥

૮) અનુરાગિણી યક્ષિણી :-
આ શુભવર્ણા યક્ષિણી સાધને યશ,કિર્તિમાન પ્રદાન કરે છે.

મંત્ર :- ૐ ર્હ્રીં અનુરાગિણી આગચ્છ સ્વાહા ॥


ખાસ :- આ બધી દૈવી શક્તિઓ સાધકની પરિક્ષા માટે વચનમાં બંધાવાનું કહે છે, એ વખતે સાધકે કોઇપણ જાતના પ્રલોભનમાં ન આવવું,અને કોઇ વચન કે શરત માન્ય ના કરવી. ભલે એ જતા રહેવાનું કહે તો પણ... યક્ષિણીને જવા દેવી પરંતુ વચનબદ્ધ ના બનવું.

આ હતી યક્ષિણીઓ વિશે જરીક જેટલી જાણકારી...

# બાકી એક વાત કહું તો મારી પાસે આ આઠેય યક્ષિણીઓને સિદ્ધ કરવાનો એક મહામંત્ર છે. જે ૧૦૧% કારગર પણ છે.
એ છે, "નિતિમત્તે જાત મહેનત જિંદાબાદ..."
આ મંત્ર અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાતા છે.
ધન /સુખ/ સંપત્તિ /માન/ઐશ્વર્ય બધું જ આપે છે...અને એય ને નિરાંતે પોતાના ઇષ્ટની નજીક પણ રાખે છે.

જય ભોળાનાથ...
હર હર મહાદેવ....... હર.....

Gujarati Religious by Kamlesh : 111666458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now