ઉનાળો આવી ગયો છે ..
તો ચાલો સરબત ની મઝા લઇએ.. ખૂબ જ હેલ્દી અને ટેસ્ટી પણ તો આજે જ બનાવો મારુ મનપસંદ સરબત..

લેમન-ફૂદિના મોકટેઈલ
વસ્તુઓ
ખાંડ,તાજો ફૂદિનો,પાણી ,મરી પાવડર
રીત
એક મોટા વાસણમાં લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરીને ઓગાળો.
તેમાં ફૂદિનાના પાનને ઝીણા સમારીને અથવા પીસીને મિક્સ કરો .
હવે તેમાં પાણી ઉમેરી બરાબર હલાવો.
હવે તેમાં મરી પાવડર ઉમેરો.
તરત પીવા માટે આઈસ ક્યૂબ નાંખીને હલાવીને પી શકો.
થોડી વાર પછી પીવા માટે ફ્રિઝમાં મૂકી દો.