*આપણો ભક્તિ માર્ગ*
👉ઘણાને સંખ્યાબળ માં તાકાત લાગે છે, ઘણાને રૂપિયામાં તાકાત લાગે છે. *પણ તાકાત સંખ્યાબળ કે રૂપિયામાં નથી* *હોતી*
🙏 *તાકાત ભગવાનની શરણાગતિ માં હોય છે.જેના પર ભગવાનની કૃપા હોય વિજય તેનોજ થાય.*
💐💐💐
🌷 *ભક્તના હૃદયમાં મનોરથ ત્યારે જ થાય છે, જ્યારે ભગવાન એને પૂર્ણ કરવા માટે પૂર્વ તૈયારી કરે છે.ભક્ત સાધન કરે એના પહેલા ભગવાન ફલ તૈયાર રાખે છે.સાધન પહેલા ફલ - સિધ્ધી.આ ભક્તિમાર્ગ ની શ્રેષ્ઠતા છે*
💐💐💐
🌹 *રસિક શિરોમણી શ્રીગોપીજનવલ્લભ ભક્તો માટે કહે છે "હું ભક્તોમાં છું અને ભક્તો મારા માં છે".આવી અભેદતા વિપ્રયોગાત્મક વિલાસમાં રહેલી છે."પુષ્ટિમાર્ગ એટલે ભક્તોની સ્વતંત્રતા અને ભગવાનની ભક્તોમાં આધિનતા"*
💐💐💐
🌻 *જીવનમાં , સંસારમાં આપણે રહીએ છીએ ત્યારે હંમેશા આપણા માટે ભગવાન પ્રશ્નાર્થ બની જાય છે પણ કથામાં ભગવાન જીવનનો પૂર્ણ વિરામ બની જાય છે.આવુ ભગવાન કરે, ભગવાન કેવા હશે, ભગવાન આવુ કેમ કરે છે ?*
*ઉત્તમ અધિકારીઓને જ પુષ્ટિમાર્ગની અલૌકિક ફલાવસ્થાનો આહલાદ પ્રાપ્ત થાય છે.આવો અધિકાર યધપી ભગવદનુગ્રહ થી તથા મહાપ્રભુજીની કૃપા-કરૂણા થી જ પ્રાપ્ત થાય છે.*
💐💐💐
જેને અપેક્ષા છે તેને વ્યવહાર કરવો જ પડશે.વ્યવહાર છોડવો નહીં, વ્યવહાર વિવેક થી કરવો, વ્યવહાર ભગવાન ને સાથે રાખીને કરવો.વ્યવહાર ભક્તિમય બનાવે છે.
💐💐💐
સત્સંગ એટલે આપણે રોજ કેટલાય લોકોને મળતા હોઈએ છીએ પણ ભગવદીયો ને ભેગા થવાનો આનંદ કઈ જુદો હોય છે.
બોલ આચાર્ય શ્રીમહાપ્રભુજી કી જય.