સરી જાઉં ફરી મારા કલ્પનાલોકમાં !
વન ને વારિ સિવાય એક જ સાથી છે જીવતો-જાગતો,
તુૃં.
કલ્પું તને વનરાજીની લીલાશમાં સાવધ રહી મને દોરતો
મીઠું ફળ તોડી મને ધરતો
ને હૂંફાળી પથારી બની મારી નીચે સળવળતો...
કલ્પું તને ઊના પ્રસ્વેદથી મને ભીંજવતો, સૂકવતો
મીઠી બૂંદોથી મારી બધી તરસ શમાવતો
ધોમધખતા તાપથી મારી ભીનાશને રક્ષતો
ભેદી ગુફાઓમાં અટવાઉં કે ખીણની તળેટીઓમાં ફસાઈ જાઉં હું
તારા હોવાનો અહેસાસ ક્યાં તૂટવા દે છે મને !
અહીં નહીં તો ત્યાં જ સહી,
આંખ મીંચું ને ગુંજે છે રોમરોમમાં
તુૃં છેનો અનુભવ
યાદ હંમેશાં...
--નિર્મોહી