"આવું થાય તો"
આવું થાય તો મઝા આવી જાય, આવું થાય તો મઝા આવી જાય,
રીવાઇન્ડ બટન દબાવું એ પાછું બાળપણ આવી જાય.
છૂટી જાય એ બ્રીપકેસને, દફતર પાછું આવી જાય,
સ્કૂલ બસ ના બદલે સાયકલ ની આગળ સીટ દેખાઈ જાય.
મિનરલ વોટરના બદલે, ક્યાંક પાણી ના પરબ દેખાઈ જાય,
પીવું પાણી ખોબલે ખોબલે ને શર્ટની બાયથી મોઢું લૂછતાં જાય.
આવું થાય તો મઝા આવી જાય, આવું થાય તો મઝા આવી જાય,
ફૂલ સ્પીડમાં ભાગતી જિંદગી ક્યારેક તો શ્વાસ ખવાય.
રોજિંદી દોડ ધામને બદલે ક્યારેક તો ઉભી ખો રમાય,
મામાનું ઘર કેટલુંય દૂર એ તો પરદેશ ગમન જેવું કહેવાય.
પરદેશી કાર્ટૂન ના બદલે, માત્ર બકોર પટેલનું બાળસાહિત્ય વંચાય,
આવું થાય તો મઝા આવી જાય આવું થાય તો મઝા આવી જાય.
-मनिष कुमार मित्र"