આપણે પ્રેમ 'કરીએ' છીએ, પ્રેમ 'થતા' આપણને હજુ આવડ્યું જ નથી.
ભારતીય ધર્મશાસ્ત્ર બધું જોતાં જીવન વિરોધી છે, જેમાં કંઈક પામવા માટે કશુંક છોડવાની વાત કરી છે. માત્ર એક વ્યક્તિ ને છોડીને- જે છે કુષ્ણ. કુષ્ણ એ ક્યારેય ભાગવાની કોશિશ કરી નથી,એ માત્ર એકજ વ્યક્તિ છે જે જીવનને બધી બાજુથી ભોગવે છે અને છતાં પુર્ણ સ્વરૂપ કહેવાય છે. જગતના બધા ધર્મો કાળક્રમે નાશ પામે છે છતાં કુષ્ણ જ એવો અંગાર છે જે ઝબકતો રહેશે.
કુષ્ણ પુર્ણ પ્રેમ હતા અને પ્રેમ જ એવી અભિવ્યક્તિ છે જે વર્તમાન માં જીવે છે એ પણ અપેક્ષાઓ રહિત.