જ્યાં વિચારોની મોકળાશ હોય;
ત્યાં સદા ખુશીનો ઉજાસ હોય;
જો ના રાખીએ સંકુચિત આ મન,
તો જીવનમાં હમેશાં પ્રકાશ હોય;
જે તૈયાર છે સ્વીકારવા પરિવર્તન,
તેના જીવનમાં સદા વિકાસ હોય;
જે બેઠા રહે છે બનીને કુપમંડુક,
તેની જીંદગી ઉદાસ ઉદાસ હોય;
માટે જો વિચારો મૂકીએ મોકળા,
તો જીવનમાં સદા હળવાશ હોય;
-ANAND SAMANI