ગામ : રેશમિયુ , ચોટીલા.
ભાઈ-બહેન નો પાળિયો.
એક ચારણ બાઈ દુકાળ ભાંગવા અને બાપનું કરજ ઉતારવા તેના બે નાના બાળકો સાથે કચ્છ થી હારીને આ ગામમાં એનાં ધર્મ નાં ભાઈ નામે રેશમિયો આહિર, ને મળવા આવી હતી. રસ્તા માં એક ઘોડેસવાર આ જગ્યા પર મળ્યો અને પુછ્યું તમારે શું કામ છે ? , બાઈએ કહ્યું કે હું મારા ભાઈ નો આસરો લેવા અહિં આવી છું , હું ઘોડિયામાં હતી ત્યારે તેમણે મને પોતાની બહેન માની હતી અને જરુર પડે ત્યારે મદદરૂપ થવા વચન આપ્યું હતું. પણ તે અત્યારે ગામમાં છે કે નહીં .
ઘોડેસવાર ખુદ રેશમિયો જ હતો પણ તેણે ખોટું બોલતા કહ્યું કે આપનો ભાઈ આઠ દિવસ પહેલાં જ મરી ગયો છે. બેન આ વાત સાંભળીને આર્તનાદ કરવા લાગી અને કાળા મરશિયા ગાવા લાગી પણ આ બધું જોઇને ઘોડેસવાર પીગળી ગયો અને કહ્યું કે બેન હું જ તારો ભાઈ છું.
આ સાંભળી ને બેને કહ્યું કે તીર કમાન માંથી છટકીને પાછું ન આવી શકે તેમ હવે તું પણ મારા માટે મરી ગયો છે અને એ જ વખતે તે ઘોડેસવાર અને ચારણ બાઈ તેમના બાળકો સાથે ત્યાં જ પથ્થર બની ગયા.