બસ આમ જ બેઠા બેઠા ક્યાંક ખોવાઈ જવાય છે
લાગણી ઓ ઘેરાય છે અને આંખો વરસી જાય છે
ખબર છે તું હવે ક્યારેય નહિ આવે તેમ છતાંય
પગરવ સાંભળી અમસ્તા જ પાછું વળી જવાય છે
લોકો કહે છે કે બધું મૂકી બસ આગળ વધો પણ
સાચા દિલ થી બંધાયેલા બંધનો ક્યાં એમ જ ભૂલી જવાય છે
-Chandrika Gamit