નિરવતા ના સથવારે
બેઠી છુ એકલતા ની સાથે...
યાદ અપાવે છે કળી માંથી
ઘટાદાર વૃક્ષ બન્યા ની સફર...
લચી પડેલા ફળની માફક
હસી પડે છે ચહેરાની સુરખી...
અટવાય છે પુરાની યાદમાં
જાણે હમણાં જ જીવી ગઈ તે પળ...
મુખમંડળે આવે છે તાજગી
ને કરે છે ઊર્મિ ઉછળકૂદ...
-Shree...Ripal Vyas