વિશ્વના મોટા ભાગ ના તત્વચિંતકો, તત્વજ્ઞાનીઓ, ક્રાંતિકારીઓ અહીં સુધી કે મોડર્ન સાયન્ટિસ્ટોએ પણ આ મહાગ્રંથ માંથી પ્રેરણા લીધી છે અને હજી લઇ રહ્યાં છે. તો શું તમને બધા ને નથી લાગતું કે આ એક પુસ્તક જો આટલા બધા લોકો ને પ્રેરણા આપી શકતું હોય તો મારા તમારા જેવા સામાન્ય માણસને તો ચોક્કસ આપી શકે. આશા રાખું કે શ્રી કૃષ્ણ દ્વારા કહેવા માં આવેલું આ અદભુત જ્ઞાન આપણા બધા ના જીવનવ્યવહાર માં ઉતરે અને માનવતાનાં નૈતિક મૂલ્યો જળવાઈ રહે એવી ભાવના સાથે આપ સહુ ને શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી ની ખુબ ખુબ શુભેચ્છાઓ. રચનાકાર નું નામ જ્ઞાત નથી પણ ખાસ ગીતા પર લખેલી રચના આભાર સહ 🙏
વેદો નો વિશ્ર્વાસ છે ગીતા,
ઋષિઓ કેરી આશ છે ગીતા
રમતા રમતા જીવન જીવું,
એ કાવ્ય નો પ્રાસ છે ગીતા
નાચે માથે લઈ ને ઈમરસને
સ્ફુર્તિ નો એવો વાસ છે ગીતા
જન્મદિવસ જેનો માણીએ
ગ્રંથોમાં છે એક ખાસ ગીતા
ખેતર છે આ જીવન મારૂં
ને વાવણી નો ચાસ છે ગીતા
જીવ જગત ને જગદીશ તણી
ઓળખ આપતો પાસ છે ગીતા
છે જવાબ જગત ના પ્રશ્ર્નોના
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા..!!