પપ્પા મારે કઈંક કહેવું છે...
મારે દીકરો થઈ રહેવું છે...
દીકરી છું તો શું થયું...!!
મારે પણ પંખી બનવું ઉડવું છે
પપ્પા મારે કઈંક કહેવું છે,,
મારે નદી બની વહેવું છે.
બધા બંધન મને જ કેમ...!!
મારે પણ થોડું મુક્ત જીવવું છે...
પપ્પા મારે કઈંક કહેવું છે,,
મારે તમારી સાથે જ રહેવું છે.
પારખી થાપણ દીકરી જ કેમ...!!
મારે પણ તમારો દીકરો બનવું છે...
SHILPA PARMAR "SHILU"