તૂટતા-ખોવાતાં ક્યારેક મારો સાથ આપજે,
કઈ ખોટું કરતા મને બાંધી રાખજે.
ખોવાતા ભર મેળા માં મારી શોધ લેજે,
ભાંગી પડતા ક્યારેક મને જોડી લેજે.
અભિમાન આવતા ક્યારેક મને પાછી વાળજે,
અંધારામાં જતા ક્યારેક મને રોકી લેજે.
દૂર જતા પોતાનાથી ક્યારેક મને અવાજ કરજે,
અધૂરા રહી ગયેલાં સપનાથી ફરી મને સુવાડી દેજે.
રસ્તો ખોવાતા ક્યારેક મને રાહ ચીંધજે,
નિરાશ થતાં નિષ્ફળતા થી ક્યારેક મને ઝાલી લેજે,
તો હા..
સફળ થતાં દુનિયા ને આપણી ઓળખ આપજે.
-DrPalak Chandarana