જીવનની રાહમાં દરેક વ્યક્તિ કે પ્રાણી માત્રએ પુરુષાર્થ કરવો પડે છે.પુરુષાર્થ કર્યા વિના કોઈપણ કાર્ય ક્યારેય કરી શકાતું નથી. કેટલીક વાર કાર્ય કરીએ પણ એ પ્રમાણેનું ફ્ળ નાં મળે ત્યારે વ્યક્તિ જીવનમાં હતાશ અને નિરાશ થઈ જાય છે અને મનોમન બોલી ઉઠે છે કે કાર્ય સારી રીતે કરવા છતા પણ મને સફળતા પ્રાપ્ત નથી થતી.
મિત્રો હુ તો માત્ર એટલું જ કહીશ કે દરેક વ્યક્તિએ સૂર્યોદય થતા દોડવું જ પડતુ હોય છે ભલે પછી એ સિંહ હોય કે હરણ. પુરુષાર્થ વિના કોઈને પણ કઈ પ્રાપ્ત થતુ નથી. આપણને બધાને સિંહ માટેનું ઓલુ વાક્ય તો યાદ જ છે કે, "સુતેલા સિંહનાં મોઢામાં ક્યારેય શિકાર પ્રવેશતો નથી. શિકાર માટે એને પણ પુરુષાર્થ કરવો પડે છે.જો જંગલનો રાજા થઈ ને સિંહ
પુરુષાર્થ કરી શકતો હોય તો આપણે કેમ નહીં?
-Rajeshwari Deladia