આજ રોજ તા. ૧૬/૧૨/૨૦૨૦ નાં " ગુજરાત છાયા દૈનિક " ની સાહિત્ય કોલમમાં મારી સ્વરચિત કાવ્યરચના "તું કઈ હદે બદલાય ગયો...!" પ્રકાશિત થઈ છે.
શિર્ષક : તું કઈ હદે બદલાય ગયો...!
વિભાગ : પદ્ય
પ્રકાર : મૌલિક
----------------------------------------------------
" તું કઈ હદે બદલાય ગયો...! "
તું આવો તો નો’તો,
તો પછી કેમ બદલાય ગયો..?
યુવાની નાં સંવેદનશીલ દસકા થી ચેતવતો
આજે પોતે જ એની વહેણ માં તણાય ગયો,
મન નાં ખૂણા સાફ કરાવી લોકો ને
એક તાંતણે ગૂંથતો આજે પોતે જ વિખાય ગયો.
જોત જોતામાં તું કઈ હદે બદલાય ગયો...!
આંસુ સાથે દૂર દૂર સુધી નિસ્બત નાં રાખતો
આજે ડગલે ને પગલે આસું નાં દરિયામાં તણાય ગયો,
આ જુવાની ને જાણતો તેથી હૈયા ને કવચ માં રાખતો
કમનસીબ એ આજે કવચ વીંધી ચિરાય ગયો.
જોત જોતામાં તું કઈ હદે બદલાય ગયો...!
- જયદીપ સાદિયા ( સ્પર્શ )