શેર લખું
શાયરી લખું
ગીત લખું
ગઝલ લખું
કવિતા લખું
અછાંદસ લખું
ટુંકી વાર્તા
નવલિકા કે પછી
નવલકથા અથવા મહાનિબંધ લખું...

છેક ચિંતન સીમાંત સુધી વિચાર્યું કે શું લખું ?
અંતે કંઈ ન સૂઝ્યું પછી
જાત પર હસતાં સ્વયં ને સવાલ પૂછ્યો

જો તારા વિશે લખવા માટે આટલું વિચારીને
લખવું પડે તો શા માટે લખું ?

પરસ્પરની પ્રીતિ પરિચયના પર્યાય માટે
બસ એક તારું નામ જ પર્યાપ્ત છે તો...

ફક્ત તારું નામ જ કેમ ન લખું ?

-વિજય રાવલ
૦૭/૧૨/૨૦૨૦

#kavydrishy

Gujarati Romance by Vijay Raval : 111627933

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now