એ મને પ્રેમની દેવી કહે છે.
સહનશીલતાની મૂરત !
એ તો હું હતી જ ને? પહેલેથી !
બધી જ હશે કદાચ !
બધી નહીં તો મોટાભાગની તો ખરી જ.
એમાં શું નવું છે !
નવું તો એ છે કે કોઈ એવું છે જેને ખયાલ છે કે હું, હું છું.
જેવી છું એવી ન હોવાની એની તાકીદ હતી, હવે નથી.
જેવી હોવી જોઈએ એવી હોઉં, એવી એની આશા પર માન છે મને.
એને હું જેવી છું, એવી જ ગમું છું.
આજીવન ગમીશ એવું કહ્યું છે એણે.
પણ એ તો કહે, કહી શકે.
કારણ કે એ અને હું દો જિસ્મ - એક જાન જેવા છીએ
એટલે કે કોઈ કાલ્પનિક કથાનાં પાત્રો જેવાં.
વાસ્તવ જગતનો અમારો નાતો કેટલો?
ચોવીસ કલાકમાં માંડ ચોવીસ સેકન્ડની આભાસી મુલાકાત જેટલો.
... ને યાદ
... ને પ્રેમભરી યાદ
કે
... ને ...
... બે ચાર ટીખળ કે ઓલ ઓકે? જેવી પ્રશ્નોત્તરી, સંવાદ જેટલો
બાકી એકમેકનાં દો જિસ્મ - એક જાન જેટલાં દીવાના છીએ અમે
હોઈએ જ ને !
એટલો ચિત્તાનંદ જ પૂરતો વળી !
અનિચ્છાએ ધકેલાતી જાય છે મારી જાત
સ્થિતપ્રજ્ઞતાના ઓઠા હેઠળ
ધીરે...ધીરે...
©અનુ.