હિન્દુઓમાં લગ્ન વખતે સાત પ્રતિજ્ઞાઓ વર કન્યાએ લેવાની હોય છે.
જાણીતા કટારલેખક શ્રી. બધિર અમદાવાદી એ ટૂંકમાં એ પ્રતિજ્ઞાઓ કહી છે જે સહુ હિંદુ યુવાન યુવતીઓ માટે મુકું છું.
તે દિવસે આ સમયે તેં પૂછ્યું હતું -
धर्मे च अर्थे च कामे च ...
ધર્મકાર્ય, અર્થપ્રાપ્તિ અને પ્રણયાદીમાં મને સાથે રાખવાનું વચન આપો.
મેં કહ્યું હતું -
नाती चरामी ...
વચનબદ્ધ છું, ચલિત થઈશ નહીં.
પછી ...
ॐ धैरहं पृथिवीत्वम्।
रेतोऽहं रेतोभृत्त्वम्।
मनोऽहमस्मि वाक्त्वम्।
सामाहमस्मि ऋकृत्वम्।
सा मां अनुव्रता भव।
ભાવાર્થ:
હું આકાશ છું, તું પૃથ્વી છે.
હું ઉર્જાનો સ્ત્રોત અને તું તે ગ્રહણ કરનાર છે.
હું મન છું તો તું શબ્દ છે.
હું સંગીત છું તો તું ગીત છે.
આપણે બંને એક બીજાને અનુસરનારા બનીએ ...
એવા પ્રણ સાથે આપણે સહજીવન શરુ કર્યું.
(લગ્નવેદી ફરતે ફેરા ફર્યા બાદ વધુને અપાતા વચનો પૈકીના વચન)
સાભાર શ્રી. બધિર અમદાવાદી (રક્ષિત પંડિત)