નથી સમજાતું, શું કરવું છે?!
આજની પેઢીને, કઈ કોર જવું છે!!
દિશાહીન થઈ ને, ભટકી રહી છે!!
આંધળા માફક, અનુસરી રહી છે!!
ભવિષ્યની કોઈ ને, ક્યાં અહીં પડી છે!!
આજની મજામાં,બસ, જીવી રહી છે!!
ટેક્નોલોજીની, ગુલામ થઈ છે!!
આવડતો ખુદની, ભુલાઈ રહી છે!!
જિદ્દી, અકડું ને અટૂલી, થઈ રહી છે!!
એકલતાની ગર્તામાં, ધકેલાઈ રહી છે!!
નાની-નાની વાતમાં, ગુસ્સો કરી રહી છે!!
વધારે કંઈ કહો તો, આપઘાત કરી રહી છે!!
આજની પેઢીને, "લાડુ" શું થઈ ગયું છે?!
દિશાવિહીન થઈને, ભટકી રહી છે!!
©✍️-ખ્યાતિ સોની"લાડુ"
૧૧/૧૨/૨૦૨૦