એક ભુખ્યો કુતરો થાળીમાં પડેલ રોટલો લઈને એક ખૂણામાં ખાઈ રહ્યો છે,
એજ સમયે સમસમી જાય તેવો કુતરા નાં માથાં ઉપર એક લાકડીનો જબરદસ્ત પ્રહાર પડ્યો ત્યાં જ દર્દનાક ચીસ સાથે કુતરો જમીન પર પછડાઈ પડ્યો,
લાકડીનો ઘા કરનાર એ વ્યક્તિ અંતે ગુસ્સામાં બોલ્યો "હટ સાલા કુતરા તું આજ લાયક છે",
તે સમયે ગુસ્સાના વધુ પડતા પ્રમાણથી બ્લડપ્રેશર વધી ગયું તે સાથે જ દિમાગની નસ ફાટવાથી તે પણ જમીન પર પછડાઈ પડ્યો,
એ સમયે ભગવાને કદાચ તેનાં અંતિમ શબ્દો સાંભળી લીધા હોય તેવો અહેસાસ થયો.
-Parmar Mayur