નમસ્તે 🙏
આજ રવિવાર બધા મોજમસ્તીમાં હશો !
આજ સવારે મેં ફેસબુક ઉપર એક શોર્ટ વિડિઓ જોયો તો મને તે વિડિઓ જોઈને બે શબ્દો લખવાનું મન થયું...
હમણાં આપણા દેશમાં કોરોનાનુ વાતાવરણ છેં આમતો ભારત જ દેશ નહિ બલ્કે પુરી દુનિયામાં આજ કોરોના વાઇરસ ચાલી રહીયોછેં આથી સૌ કોઈ તેનાથી હેરાન પરેશાનછેં ઘણાં લોકોની ચાલુ નોકરી ચાલી ગઈછેં તો કોઈને ધંધા ચાલતા નથી આથી લોકો એવી વાતો કરેછે કે લોકો પાસે આજ બિલકુલ હાથ ઉપર પૈસા નથી આ વાત બિલકુલ સાચીછેં
પણ એવા ઘણાં લોકોછેં કે તેમની પાસે આજે કામ પણછેં ને પૈસો પણછેં તેમને કોરોનાનો કોઈ જ ડર નથી
તેઓ કામ કરે કે ના કરે પણ દર મહિને તો તેમનો પગાર આવતો જ હોયછેં
મેં જોયેલો વિડિઓ એક સ્કૂલનો હતો તેમાં દરેક બહેનો ઓનલાઈન વિદાર્થીઓને ભણાવવાને બદલે સાથે ભેગા મળીને મોજ મસ્તી સ્કૂલમાં કરતા હોયછેં કોઈ ભેગા થઈને રમતો રમેછે તો કોઈ ઘરેથી લાવેલ શાક ફોલેછેં તો કોઈ આરામથી પોતાનો મોબાઈલ રમતા હોયછેં ત્યારે ન્યૂઝ ચેનલ વાળા ભાઈએ સૌનો પગાર પૂછીયો તો જાણવા મળ્યું કે તો એક લાખમાં બે હજાર જ સૌના ઓછાછેં !
એટલે કે એક લાખ ની બિલકુલ નજીક 🤭
પછી પેલા ચેનલ વાળા ભાઈ સૌની ઉપર ગુસ્સે થઇ ગયા ને બોલિયા કે તમે આમ બેસી રહેવા સ્કૂલમાં આવોછો !
સૌ કોઈ બી ગયા હતા કારણ કે તેઓનો વિડિઓ ઉતરતો હતો એકબીજાના મોઢા જોતા હતા! 🙄
પેલા ભાઈ છેલ્લે બોલીયા જરા જુવો બહાર કે ઘણાં લોકો કામધંધો વગર ઘરે બેઠાછેં ખાવાના પૈસા નથી પાણી પીને પોતાના દિવસો કાઢેછે ને તમને સરકારે કામ આપીયું છેં મોટો પગાર આપેછે ને તમે વિદાર્થીઓને ભણાવવાને બદલે આમ સ્કૂલમાં આવીને સમય પસાર કરોછો !
ધિક્કારછેં તમારા જેવા લોકોને!!!!
સરકાર તમને પગાર આપેછે તો તેનું કામ તો કરો આમ પગાર લઈને શું બેસી રહોછો!
પણ ખરેખર નોકરી તો સરકારી જ કરવી સારી 😄
સાલું..કોરોના હોય કે સ્વાઈન ફલૂ હોય પણ આપણને તો પગાર દર મહિને તો મળવાનો જ છેં ને 🤗
( ફોટો કાલ્પનિક છેં )