કોઈ અક્ષર બેવડાતો હોય તો મળે છે આવું ફળ
બાળક જન્મે એટલે પહેલું કામ તેનું નામ રાખવાનું થાય છે. જ્યોતિષશાસ્ત્રીઓની મદદ લઈને બાળકની કઈ રાશિ આવે છે તે જાણવા કોશિશ કરવામાં આવે છે. પછી સામાન્ય રીતે તેનું રાશિ પ્રમાણે નામ પાડવામાં આવે છે. જો નામના સ્પેલિંગમાં કોઈ અક્ષર બેવડાતો હોય તો તેનું ચોક્ક્સ પરિણામ ભોગવવું પડે છે.
બાળકના જન્મ પછી સૌથી પહેલાં નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. બાળકનું નામ માતા-પિતા ખૂબ ચોક્કસાઈથી પસંદ કરતાં હોય છે. એટલા માટે નામકરણ પણ શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. આમ તો બાળકનું નામ માતા-પિતા પસંદ કરે છે પણ તે કઈ રાશિ પરથી હોવું જોઈએ તે નક્કી તેના જન્મ સમયના આધારે બનેલી કુંડળી પરથી થાય છે. શાસ્ત્રોનુસાર બાળકનું નામ રાશિ અનુસાર અને સારા અર્થવાળું હોવું જરૂરી છે. કારણ કે નામની અસર બાળના વ્યક્તિત્વ પર પણ થાય છે.
રાશિ અનુસાર નામ રાખવાથી બાળકને લાભ થાય છે તેવી જ રીતે તેનું નામ અંગ્રેજીમાં લખતી વખતે જે અક્ષરોનો ઉપયોગ થાય છે પણ સારી અને ખરાબ અસર તેના જીવન પર પડે છે. નામમાં બેવડાતાં અક્ષરનો પ્રભાવ બાળકના સ્વભાવ પર પણ પડે છે. જેમકે કોઈના નામમાં A, E, O જેવા કોઈપણ અક્ષર બે વખત આવતાં હોય તેની પણ સકારાત્મક અને નકારાત્મક અસર હોય છે. કયા અક્ષરની કેવી અસર હોય છે તમે પણ જાણી લો.
A,I,J,Q,Y
નામમાં ઉપરના કોઈપણ અક્ષર બે વખત આવતાં હોય તેનો સ્વભાવ નિડર અને સાહસી હોય છે. તેમની આ લાક્ષણિકતા તેમના રોજના કાર્યોમાં પણ દેખાય છે. કડક સ્વભાવના આ લોકો અન્ય પર હાવી કેવી રીતે થવું તે સારી રીતે જાણે છે.
B, K, R
અક્ષર નામમાં બેવડાતાં હોય તો તેવા લોકો ભાવુક હોય છે. કોઈની પણ કડક શબ્દોમાં કહેલી વાત તેમના મનમાં ઘર કરી જાય છે. આવા સ્વભાવના કારણે આ લોકો ચિંતામાં રહેતાં હોય છે. જો કે આવા લોકો સંગીત, નૃત્ય જેવી કળાઓમાં રૂચિ રાખનારા હોય છે. સાથે જ તેમનો સ્વભાવ વિનમ્ર પણ હોય છે.
C, G, L, S
અક્ષર જેના નામમાં બે વખત આવતાં હોય તેઓ કલ્પનામાં રાચનારા હોય છે. પરંતુ આ અક્ષર તે વ્યક્તિ માટે નકારાત્મક પણ સાબિત થાય છે. કારણ કે આ પ્રભાવ તેમને સ્વાર્થી પણ બનાવે છે. આ લોકોમાં આત્મવિશ્વાસની પણ ખામી હોય છે.
D, M, T
અક્ષર વ્યક્તિ પર સકારાત્મક પ્રભાવ પાડે છે. આવા લોકો તેના કામમાં કુશળ હોય છે તેથી આવા લોકો વેપારમાં સફળ સાબિત થાય છે
.
E, H, N, X
આવા લોકોને સફળતા ઝડપથી મળે છે. જો કે તેઓ સામાજિક તેમજ કાયદાકિય ક્ષેત્રમાં વધારે સફળ રહે છે. આવા લોકોમાં જ્યારે નકારાત્મકતા વધી જાય તો તેમનું પરીવારનું સુખ નષ્ટ થઈ શકે છે.
P, F
આ અક્ષર બે વખત જેના નામમાં આવતાં હોય તે કડક સ્વભાવના અને સકારાત્મક વિચાર ધરાવતાં હોય છે. આવા લોકોના ભાગ્યમાં પરીવાર સુખ હોય છે. પરંતુ આવા લોકો ખર્ચાળ સ્વભાવના હોય છે.
U, V, W
આ અક્ષર બે વખત આવતાં હોય તો તેના પ્રભાવના કારણે વ્યક્તિ જવાબદાર બને છે. જો કે આવા લોકો વધારે રોમેન્ટિક હોય છે.
O, Z
આ અક્ષરો એકથી વધારે વખત આવતાં હોય તે વ્યક્તિ શાંત સ્વભાવના હોય છે. આવા લોકો વ્યાયામ, સાધના કરવાનું પસંદ કરતાં હોય છે. આવા લોકો ભીડથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરીવારની ચિંતાઓથી પણ તેઓ દૂર રહે છે.