આંખો ખુલી પણ સ્વપ્ન હજુ ચાલતું હતું ,
અધૂરી કલ્પના સામે હકીકત મુંજાતું હતું ,
સલાહ તો ઘણા એ આપી જિંદગી વિશે ,
પણ ,સત્ય હવે સમજાતું હતું .
કોઈ , સારા-નરસા નું જ્ઞાન ઝાડતું હતું ,
તો કોઈ મનનો વિશ્વાસ ડગમગાવતું હતું ,
કોઈ તેના અનુભવો ના અહંકારથી ,
આગળ વધતા અટકાવતું હતું .
પણ , કલ્પના ના જોર થી હવે ,
હકીકત બદલાતું હતું ,
સલાહ તો ઘણા એ આપી જિંદગી વિશે ,
પણ , સત્ય હવે સમજાતું હતું .