જાણો! વાસ્તુશાસ્ત્ર તાજા ફૂલોને કેમ આપે છે મહત્વ
તાજા ફૂલ ઘરે કે ઓફિસમાં મુકવાથી એ ત્યાનું વાતાવરણ તો સુધારે જ છે સાથે સાથે એ જગ્યાના વાસ્તુને પણ સરખુ રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં તાજા ફૂલોને આટલું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે એ વિશેની માહિતી બહુ રોચક છે...
ફૂલોને સકારાત્મક ઉર્જાના કોમ્યુનિકેટર (સંવાદદાતા) માનવામાં આવે છે. એમને જે જગ્યાએ મુકવામાં આવે ત્યાં નકારાત્મકતા ટકી જ નથી શકતી. તેથી જ તાજા ફૂલોને ઘર કે ઓફિસમાં મુકવાથી પોઝિટીવ એનર્જી ટકી રહે છે.
વાસ્તુ કહે છે કે ઘરમાં હંમેશા તાજા ફૂલો જ રાખવા જોઈએ. જેમ તાજા ફૂલો તેથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે તેમ સૂકા ફૂલો ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. તેથી જ ફૂલ સુકાય કે તરત જ એમને ઘરની બહાર મુકી દેવા જોઈએ.
વાસ્તુશાસ્ત્રમુજબ ફૂલોને ડ્રોઈંગ રૂમ કે ડાઇનિંગ રૂમમાં જ મુકવા જોઈએ. આમ તો એને બેડરૂમમાં ના ગોઠવવા જોઈએ પરંતુ જો કોઈ બીમાર હોય તો એના બેડરૂમમાં તાજા ફૂલો મુકી શકાય છે. તાજા ફૂલો ત્યાં મુકવાથી સકારાત્મક એનર્જી ઉત્પન્ન થાય છે જેથી બીમાર માણસ ઝડપથી સાજો થઈ જાય છે.
(અહીં આપેલી બધી માહિતી શાસ્ત્રો અને ગ્રંથોમાં વર્ણવેલી છે. જો કે એને અપનાવતા પહેલા કોઈ વિશેષ પંડિત કે જ્યોતિષીની સલાહ અવશ્ય લઇ લો.)