ચાલે છે અત્યારે LOCKdown
ચાલ કરી લઈએ જુની યાદો UNLOCK
જોયા હતા સપનાઓ, આપણે સાથે
કેટલાં થયા પુરા, અને કેટલાં બાકી ચકાસી લઈએ
યાદ કરીને આપણા ખટમિઠ્ઠા ઝગડાઓ
માંગી લઈઍ માફી એકબીજાની
વાગોળીશુ યાદો મીઠી મધુરી
કે જેના વગર આપણી જિંદગી છે અધુરી
કેટલું દોડવું છે અને શેની પાછળ દોડવું છે
તે નક્કી કરી લેવુ છે
જોઇશું સાથે બેસીને મુવી
અને સાથે ચાની ભરતા રહીશું ચુસ્કી
ગરમ ગરમ ગોટાની કરીશું મિજબાની
અને જિંદગી જીવીશું મઝાની
#priten 'screation#