આથમતા સૂરજ ને જોતા હું ખોવાઈ ગઈ તમારી યાદમાં.
ઓ મન મિતની યાદમાં..
લહેરાતાં પવન સાથે શરમાઇ ગઈ તમારી યાદમાં..
દરિયા નીભરતી જોતાં નજર મળી તમારી આંખમાં.
ઓ મન મિતની યાદમાં....
પ્રેમ નો અહેસાસ થયો તમારાં સ્પર્શમાં.
હાસ્યનો રંગ જોયો તારા ચહેરામાં.
ઓ મન મિતની યાદમાં..
મારું મન વારી ગયું તમારાં મન મેળા માં.
જીવન નું અમૂલ્ય સુખ જોયું તમારી સંગત માં..
ઓ મન મિતની યાદમાં...
તમારાં ને મારાં રંગ મળશે ગગનમાં..
મીટ માંડી છે મેં તમારાં શમણામા.
ગાયત્રી પટેલ
-Gayatri Patel