એવાં ઘણાં પ્રચલિત કિસ્સાઓ છે જેના વિશે તમે તમારા વડીલો કે દાદા-દાદી પાસેથી સાંભળ્યું હોય. એ કિસ્સાઓ સાંભળીને નાનપણમાં તમને ખૂબ ડર પણ લાગતો. પણ નહોતી ખબર કે એ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક સત્ય અને રહસ્ય છૂપાયેલું હતું. કેટલાંક રહસ્યમય કિસ્સાઓ એવાં હોય છે જે વર્ષો પછી પણ આપણા મનમાં જીવંત રહે છે. એવાં જ બ્રહ્માંડના કેટલાંય રહસ્યો એવાં છે જેને મનુષ્ય ક્યારેય ઉકેલી શકશે નહીં. સૂર્યમંડળમાં એક માત્ર સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે છે પૃથ્વી...
અનંત બ્રહ્માંડમાં આ વિશાળ પૃથ્વી-ધરતી ઉપર કેટલાંય લોકો વસવાટ કરે છે. કેટલાંક વાસ્તવિક છે તો કેટલાંક કાલ્પનિક...પણ કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે ન તો વાસ્તવિક હોય છે કે ન તો કાલ્પનિક... એની કોઈ સાબિતી નથી મળતી પણ આવી વાતોને નજર અંદાજ પણ ન કરી શકાય...એ લોકો મિસ્ટીરીયર ટાઈપ હોય છે....એમના વિશે સંપૂર્ણ જ્ઞાન કોઈની પાસે નથી હોતું.
આવી જ રહસ્યમય અને રોમાંચક વાર્તા માતૃભારતી પર વાંચો.... "કંઈક તો છે!"