#નવરાત્રી
રમવા હાલોને...
હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને,
હે વાગી વાગી છે મોરલીધરની મોરલી આજ રમવા હાલોને.
હે આજ આવ્યા છે માં અંબા, દુર્ગા બહુચર સાથ રમવા હાલોને,
હે માડી આવ્યા છે સજી સોળે શણગાર રમવા હાલોને.
હે માડીએ હાથ ધર્યા છે શંખ, ચક્ર ત્રિશુલ રમવા હાલોને,
હે માડી એ ધર્યા છે નવરાત ના નવ રૂપ રમવા હાલોને.
હે માડી ઉતર્યા છે ભક્તો ના દર્શન ને કાજ રમવા હાલોને,
હે માડી રાખજે અમો પર સદૈવ આશીર્વાદ રમવા હાલોને.
હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને.
-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ronakjoshi226@gmail.com