#નવરાત્રી

રમવા હાલોને...


હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને,

હે વાગી વાગી છે મોરલીધરની મોરલી આજ રમવા હાલોને.

હે આજ આવ્યા છે માં અંબા, દુર્ગા બહુચર સાથ રમવા હાલોને,

હે માડી આવ્યા છે સજી સોળે શણગાર રમવા હાલોને.

હે માડીએ હાથ ધર્યા છે શંખ, ચક્ર ત્રિશુલ રમવા હાલોને,

હે માડી એ ધર્યા છે નવરાત ના નવ રૂપ રમવા હાલોને.

હે માડી ઉતર્યા છે ભક્તો ના દર્શન ને કાજ રમવા હાલોને,

હે માડી રાખજે અમો પર સદૈવ આશીર્વાદ રમવા હાલોને.

હે આવી આવી છે આસોની નવલી નવરાત રમવા હાલોને.

-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ronakjoshi226@gmail.com

Gujarati Folk by રોનક જોષી. રાહગીર : 111594260
રોનક જોષી. રાહગીર 4 year ago

Oh its ok sister i written a gujarati garba. Thanks for support

Ahilya Ghanate 4 year ago

Mujhe Gujarati Nahi ati

Kaushik Dave 4 year ago

ખૂબ સરસ,જય માતાજી 🙏🙏

વિનોદ. મો. સોલંકી .વ્યોમ. 4 year ago

ખૂબ સરસ જય માતાજી 🙏🙏🙏

Falguni 4 year ago

Jay maa serowali Sundar rachna

Hardik 4 year ago

happy nvratri

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now