#નવરાત્રી ના પાવન દિવસે , #મારીરચના ના દરેક મિત્રો ઉપર માં અંબાની અમીદ્રષ્ટિ રહે તથા તમારા સૌ નું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર રહે તેવી પ્રાર્થના સાથે શુભેચ્છા. 🙏
હે જગદંબા ....હે માવડી
રખોપા કરજો ને તારજો સૌની નાવડી..
કુસંગતે માનવીની મતિ રે ખોવાણી
ક્રોધ કપટ ને વ્યભિચાર ભર્યા
માનવીના હૃદયમાં ફેલાવો
દયા,અનુકંપા ને પ્રેમની સરવણી.
હે જગદંબા ....હે માવડી
રખોપા કરજો ને તારજો સૌની નાવડી..
દુનિયામાં સર્વત્ર દેખાય છે પરેશાની,
થઇ છે કુદરત કોપાયમાન સૌ પર ભારી..
ફેલાઇ છે સર્વે અતિવૃષ્ટિ, ધરતીકંપ ને
કોરોના જેવી બીમારી...
હે જગદંબા ....હે માવડી
રખોપા કરજો ને તારજો સૌ ની નાવડી..
તું જ તારણહાર, તું જ હવે સૌ ને ઉગાર
શરણે તારે હું આવી, દ્વાર તું ઉઘાડ..
હે જગદંબા ....હે માવડી
રખોપા કરજો ને તારજો સૌ ની નાવડી..
#મારીરચના #નવરાત્રી #કાવ્યોસ્તવ