હંમેશા તારી સાથે છું....
તારી પરોઢમાં હું તારી કિરણ છું,
તારી સાંજમાં હું તારો પડછાયો છું
હું હંમેશા તારી સાથે છું....
તારા મૌનમાં હું તારા શબ્દો છું,
તારા શબ્દોમાં હું તારો અર્થ છું,
હું હંમેશા તારી સાથે છું....
તારા રુદનમાં હું તારા આસું છું,
તારા હાસ્યમાં હું તારી ખુશી છું,
હું હંમેશા તારી સાથે છું....
-Rajeshwari Deladia